વરિયા પ્રજાપતિ સમાજની તમામ સંસ્થાઓ
એકતા ગૃપ - મોરબી. આ ગૃપ વરિયા પ્રજાપતિ સમાજના સેવાભાવી યુવાનો દ્વારા બનાવેલ છે. એકતા ગૃપ દ્વારા સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજના દર્દીઓ માટે મેડિકલ સાધનો સહાય કેન્દ્ર ચલાવે છે. જેમાં વિનામૂલ્યે સમાજના દર્દીઓને જરૂરી મેડિકલ સાધનો વાપરવા માટે આપવામાં આવે છે. તેમજ આ ગૃપ દ્વારા સમાજના જરૂરિયાતમંદ લોકોને મેડિકલ સારવાર માટે જરૂરી આર્થિક સહાય પણ કરવામાં આવે છે. આ સંસ્થાનું કેન્દ્ર અને કાર્યાલય મોરબી વરિયા બોર્ડિંગમાં કાર્યરત છે.
જય ગુરૂદેવ ગૃપ - મોરબી. આ ગૃપમાં વરિયા પ્રજાપતિ સમાજ મોરબીના સેવાભાવી યુવાનો જોડાયેલા છે. જેમના દ્વારા વરિયા મંદિરની દેખભાળ, સેવા અને ધાર્મિક કાર્યો કરવામાં આવી રહ્યા છે. તેમજ આ ગૃપ દ્વારા કથા, ગરબી સહિતના ધાર્મિક કાર્યો ઉપરાંત સમાજના દરેક કાર્યોમાં સહયોગ આપવામાં આવે છે.
દક્ષ વરિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ - રાજકોટ. આ સંસ્થા દ્વારા રાજકોટ વરિયા પ્રજાપતિ સમાજ તેમજ તમામ પ્રજાપતિ સમાજ માટે જરૂરી તમામ કાર્યો કરે છે.
શ્રી વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ - થાનગઢ. આ સંસ્થા થાનગઢ વરિયા પ્રજાપતિ સમાજમાં શૈક્ષણિક કાર્યો, તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સહિતના મહત્વના કાર્યો કરે છે.
શ્રી વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ - મોરબી. આ સંસ્થા મોરબી વરિયા પ્રજાપતિ સમાજમાં શૈક્ષણિક કાર્યો, તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સહિતના મહત્વના કાર્યો કરે છે.
શ્રી વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ - રાજકોટ. આ સંસ્થા રાજકોટ વરિયા પ્રજાપતિ સમાજમાં શૈક્ષણિક કાર્યો, તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સહિતના મહત્વના કાર્યો કરે છે.
શ્રી વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ - વાંકાનેર. આ સંસ્થા વાંકાનેર વરિયા પ્રજાપતિ સમાજમાં શૈક્ષણિક કાર્યો, તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સહિતના મહત્વના કાર્યો કરે છે.
શ્રી નકલંકધામ હડમતીયા વિકાસ સેવાયજ્ઞ સમિતિ દ્વારા સમગ્ર વરિયા પ્રજાપતિ સમાજના ગુરુ દ્વાર ગણાતા હડમતીયા નકલંકધામ મદિર અને જગ્યાના વિકાસ માટે કાર્ય કરે છે. આ સમિતિમાં વરિયા પ્રજાપતિ સમાજના યુવાનો જોડાયેલા છે. જેમના દ્વારા સમાજ માટે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.
શ્રી વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળની સ્થાપના 1965માં સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા કરવામાં આવી છે. આ સંસ્થાનો મુખ્ય હેતુ સમગ્ર વરિયા પ્રજાપતિ સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું લઈ જવાનો અને શૈક્ષણિક કાર્યોને વેગ આપવાનો છે. આ સંસ્થા દ્વારા મોરબી ખાતે એક છાત્રાલય વર્ષોથી કાર્યરત છે. સમગ્ર વરિયા પ્રજાપતિ સમાજમાં શિક્ષણ ક્ષેત્રે શ્રી વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળનું મહત્વનું યોગદાન રહ્યું છે.
શ્રી વરિયા પ્રજાપતિ સમાજ - થાનગઢ આ સંસ્થા થાનગઢ વરિયા પ્રજાપતિ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. આ સંસ્થા દ્વારા થાનગઢ વરિયા પ્રજાપતિ સમાજ માટે જરૂરી તમામ કાર્યો કરવામાં આવે છે.
શ્રી વરિયા પ્રજાપતિ સમાજ - મકનસર આ સંસ્થા મકનસર વરિયા પ્રજાપતિ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. આ સંસ્થા દ્વારા મકનસર વરિયા પ્રજાપતિ સમાજ માટે જરૂરી તમામ કાર્યો કરવામાં આવે છે.
શ્રી વરિયા પ્રજાપતિ સમાજ - રાજકોટ આ સંસ્થા રાજકોટમાં રામદેવ ગૃપ અને મંડળીના નામે રાજકોટ વરિયા પ્રજાપતિ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. આ સંસ્થા દ્વારા રાજકોટ વરિયા પ્રજાપતિ સમાજ માટે જરૂરી તમામ કાર્યો કરવામાં આવે છે.
શ્રી વરિયા પ્રજાપતિ સમાજ - લાલપર આ સંસ્થા લાલપર વરિયા પ્રજાપતિ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. આ સંસ્થા દ્વારા લાલપર વરિયા પ્રજાપતિ સમાજ માટે જરૂરી તમામ કાર્યો કરવામાં આવે છે.
શ્રી વરિયા પ્રજાપતિ સમાજ - વાંકાનેર આ સંસ્થા વાંકાનેર વરિયા પ્રજાપતિ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. આ સંસ્થા દ્વારા વાંકાનેર વરિયા પ્રજાપતિ સમાજ માટે જરૂરી તમામ કાર્યો કરવામાં આવે છે.
શ્રી વરિયા સમૂહ લગ્ન સમિતિ - થાનગઢ દ્વારા 38 વર્ષથી થાનગઢમાં વરિયા પ્રજાપતિ સમાજના સમૂહ લગ્નનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. થાનગઢ સમૂહ લગ્ન સમિતિ દ્વારા દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરી સમાજના દરેક વર્ગના લોકોના સમય, શક્તિ અને પૈસાની બચત કરી પ્રેરણાદાયી ભૂમિકા ભજવી છે.
શ્રી વરિયા સમૂહ લગ્ન સમિતિ - મોરબી દ્વારા 38 વર્ષથી મોરબીમાં વરિયા પ્રજાપતિ સમાજના સમૂહ લગ્નનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. મોરબી સમૂહ લગ્ન સમિતિ દ્વારા દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરી સમાજના દરેક વર્ગના લોકોના સમય, શક્તિ અને પૈસાની બચત કરી પ્રેરણાદાયી ભૂમિકા ભજવી છે.